સૌ પ્રથમ મોક્ષે જનાર ઉંદર ની આરાધના……

સૌ પ્રથમ મોક્ષે જનાર ઉંદર ની આરાધના……

સૌ પ્રથમ મોક્ષે જનાર ઉંદર ની આરાધના……

  • સૌ પ્રથમ મોક્ષે જનાર ઉંદર ની આરાધના……

ધર્મનાથ પ્રભુ ના ગણધર દેવે પ્રશ્ન કર્યો,ભગવંત આ પર્ષદા માંથી સહુ પ્રથમ કયો જીવ મોક્ષે જશે ?
ભગવાને કહ્યું , હે દેવાનું પ્રિય ! આ જંગલી ઉંદર આપણા સર્વે કરતાં પ્રથમ મોક્ષે જશે.
ઇન્દ્ર મહારાજા એ પૂછ્યું આવો આ લઘુ કર્મી થઇ આ હલકી જાતિ માં કેમ ઉત્પન્ન થયો ! ભગવંતે તે
ઉંદર નો પૂર્વ ભવ કહ્યો …..

પૂર્વે મહેન્દ્ર નામનો રાજા યુદ્ધ માં મરણ પામવાથી તેની પત્ની તારામતી અને આઠ વર્ષ નો પુત્ર તારાચંદ્ર
ને લઇ ભાગી ને ભરૂચ આવી,ત્યાં ગોચરી જતાં સાધ્વીજી મહારાજ ને જોયા. તરસ, ભૂખ અને થાક થી ત્રાસ
પામેલી તારા સાધ્વીજી પાછળ ઉપાશ્રયે પહોચી, સાધ્વીઓ ને દયા આવતા શ્રાવકો ને ઘરે સોપી. ફરી ફરી
જન્માંતર માં આવું દુખ ન આવે એટલે સુનંદાચાર્ય પાસે બાળકુંવર ને દિક્ષા આપી, પોતે પણ દિક્ષા લીધી.

એક વાર આચાર્ય સાથે બાલમુની સ્થંડિલ ભૂમિ એ ગયાં ત્યાં બધા ઉંદરો ને ટોળે મળી ગમ્મત કરતાં જોઈ
વિચાર્યું,” આ ઉંદરો નું જીવન ધન્ય છે ,તે ઈચ્છા પ્રમાણે રમે જયારે મને તો કોઈ આમ કર ! કોઈ કહે તેમ કર !
વિનય કર ! ક્રિયા કર ! જેથી મારા કરતાં આ ઉંદર ભાગ્યશાળી છે.

આવા ખોટા વિચારો ને આલોવ્યા વિના સમય જતાં બાળમુની અકાલ મૃત્યુ થી અંત ઘડી એ નવકાર ના
સ્મરણ થી જ્યોતિષ દેવ થયો ત્યાં દેવો ના સુખ ભોગવી, ઉંદર ના કુલ માં જંગલી ઉંદર થયો.

બહાર ફરતા સમોવસરણ ના સુગંધી ફૂલો થી ખેચાઈ અહી આવ્યો, સાધુ તરફ નજર થતાં તેને જાતિ સ્મરણ
જ્ઞાન થયું હું સાધુ હતો પછી જ્યોતિષ માં દેવ થયો,હવે જંગલ માં ઉંદર થયો છું એ યાદ આવતા સંસાર ની
વિષમતા જણાઈ. હવે હું ક્યાં જન્મ લઈશ ! એમ વિચારતો અહી આવ્યો છે.

હવે અહીંથી પોતાના સ્થાન માં જતાં વિચારશે કે જ્યાં મને ફરી વિરતી (દિક્ષા)પ્રાપ્ત થાય ત્યાં જ મારો જન્મ
થાઓ, એટલે પોતાના દર ના એક ખૂણા માં અનસન વ્રત પચ્ચખી ને રહેશે ત્યાં રહેલા તેના સાથી ઉંદર-
ઉંદરીઓ તરફ બિલકુલ ધ્યાન દેશે નહિ અને ત્રીજે દિવસે મરી ને મીથીલા નગરી માં રાજપુત્ર થશે,મોટો થતાં
પશુ -પક્ષી ઓને બાંધી રમત કરશે, ત્યાં કોઈ અવધી જ્ઞાની મુનિ તેથી ઉપયોગ મુકી તેના પૂર્વ ભવો યાદ
કરાવી પ્રતિબોધ કરશે તેને જાતિ સ્મરણ જ્ઞાન થતાં ખુબ પસ્તાવો થશે અને વિચારશે હવે હું એવું કરું જેથી
ફરી આવા ભવો ન થાય.અને એ જ નુંની પાસે દિક્ષા લઇ ને ક્ષપક શ્રેણી માંડી કેવલજ્ઞાન પામશે અને તેજ
વખતે આયુષ્ય નો બંધ થતાં અંતકૃત કેવલી થશે.

  1. શ્રી ધર્મનાથ સ્વામી એ ફરમાવ્યું કે મારા તો હજી દસ લાખ વરસ બાકી છે જયારે આ ઉંદર તો આપણા સર્વે માં સહુ પ્રથમ મોક્ષે જનાર છે.

Related Articles