પરમ થી પરમાત્મા બનવાનો સવ થી સરળ માર્ગ પ્રભુ ભક્તિ છે તેવું બતાવનાર પ.પૂ ભક્તીયોગચાર્ય યશોવિજયસુરિશ્વરજી મા.સાહેબ નું સુરત મા 2072 નું ચોમાસું ખૂબ જ યાદગાર રહેશે. સાહેબજી એ ફરમાવેલ દિવ્ય વચનો વર્ષો ના વર્ષ સુધી સુરત ના દરેક સાધાર્મિક ભાઈબહેનો ને સ્મરણ રહેશે. પૂજ્ય આચાર્યો પોતાના સમસ્ત શ્રમણ અને શ્રમણી વૃંદ સહિત સુરત ના વિવિધ સંઘ ને ચોમાસુ આપ્યું તે બદલ સમસ્ત સુરત જૈન સંઘ પૂજ્ય શ્રી નો રૂણી રહેશે. પૂજ્ય શ્રી સુરત સંઘ ને આવી ભેટ આવનારા ભવિષ્ય મા પણ આપે તેવી આશા સહ દેવગુરુ ને પ્રાથના છે.
પ.પૂ ભક્તીયોગચાર્ય યશોવિજયસુરિશ્વરજી મા.સાહેબ માગશર સુદ 6 ના દિવસે પાલીતાણા તરફ વિહાર શરૂ કરી દીધો છે. પૂજ્ય આચાર્ય અને સાધુસાધ્વી ગણ ના વિહાર મા આવનારા તમામ વિધ્નો દૂર થાય તેવી પ્રભુ ને પ્રાથના.