||ॐ ह्री श्री संभवनाथlय नमः||
तीर्थकर नाम :- श्री संभवनाथ भगवान
माता का नाम :- माता सेना राणी
पिता का नाम :- राजा जितारि
जन्म कुल :- इक्ष्वाकुवंश
च्यवन तिथी :- फाल्गुन शुक्ला 8
च्यवन व जन्म स्थान :- श्रावस्ती
जन्म तिथी :- मिगसर शुक्ला 14
जन्म नक्षत्र :- मृगशिर
लक्षण :- अश्व
शरीर प्रमाण :- 400 धनुष
शरीर वर्ण :- सुवर्ण
विवाहित/अविवाहित :- विवाहित
दीक्षा स्थान :- श्रावस्ती
दीक्षा तिथी :- मिगसर पूर्णिमा
दीक्षा पश्चात प्रथम पारणा :- 2 दिन बाद खीर से
छद्मस्त काल :- 14 वर्ष
केवलज्ञान स्थान :- श्रावस्ती
केवलज्ञान तिथी :- कार्तिक कृष्णा 5
वृक्ष जिसके नीचे केवलज्ञान हुआ :- प्रियाल वृक्ष
गणधरों की संख्या :- 102
प्रथम गणधर :- चारु स्वामी
प्रथम आर्य :- श्यामा
यक्ष का नाम :- त्रिमुख
यक्षिणी का नाम :- दुरितारि देवी
मोक्ष तिथी :- चैत्र शुक्ला 5
प्रभु के संग को प्राप्त साधु :- एक हजार साधु
मोक्ष स्थान :- सम्मेतशिखर
ત્રીજા શ્રી સંભંવનાથજી
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ- ત્રણ
(2) જન્મ અને દિક્ષા સ્થળ -શ્રાવસ્તી નગરી.
(3) તીર્થંકર નામકર્મ – વિપુલ વાહન ના ભવ માં.
(4) દેવલોકનો અંતિમ ભવ- ઉપરની ગ્રૈવેયક .
(5) ચ્યવન કલ્યાણક- – ફાગણ સુદ આઠમે મૃગશિરનક્ષત્ર થયું.
(6) માતા નું નામ – સેનાદેવી અને પિતાનું નામ- જિતારિ રાજા.
(7) વંશ – ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ – નવમાસ અને છ દિવસ.
(9) લંછન – ઘોડો અને વર્ણ -સુવર્ણ.
(10) જન્મ કલ્યાણક – માગસર-સુદ-૧૪ મૃગશિરનક્ષત્ર થયો.
(11) શરીર પ્રમાણ -૪૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – માગસર-સુદ-૧૫ મૃગશિર નક્ષત્ર થયી.
(13) કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) દિક્ષા શીબીકા – સીધ્ધાર્થા અને દિક્ષાતપ – છઠ્ઠ.
(15) પ્રથમ પારણું – શ્રાવસ્તી નગરી માં સુરેન્દ્રદત્ત ના હાથે પરમાન્ન થી થયું.
(16) છદ્મસ્થા અવસ્થા- ચૌદ વરસ.
(17) કેવલજ્ઞાન કલ્યાણક- તપછઠ્ઠ અને પ્રિયંગુવ્રુક્ષની નીચે સાવત્થી નગરીમાં આસોવદ -૫ મૃગશિર નક્ષત્ર માં થયું.
(18) શાશનદેવ- ત્રિમુખયક્ષ અને શાશનદેવી -દુરિતારિદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ- બે ગાઉ અને ૮૦૦ ધનુષ્ય.
(20)પ્રથમ દેશના નો વિષય – અનિત્ય ભાવના.
(21) સાધુ – ૨૦૦,૦૦૦ અને સાધ્વી શ્યામા આદિ-૩૩૬૦૦૦.
(22) શ્રાવક- ૨૯૩૦૦૦ અને શ્રાવિકા -૫૩૬૦૦૦.
(23) કેવળજ્ઞાની- ૧૫૦૦૦,મન:પર્યાવજ્ઞાની-૧૨૧૫૦ અને અવધિજ્ઞાની-૯૬૦૦.
(24) ચૌદપૂર્વધર-૨૧૫૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૮૦૦ તથા વાદી-૧૨૦૦૦.
(25) આયુષ્ય -૬૦ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ-૫ મૃગશિર નક્ષત્રમાં થયું.
(27) મોક્ષ- સમેતશિખર, મોક્ષતપ- માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન.
(28) મોક્ષ સાથે-૧૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – ચારુ આદિ-૧૦૨.
(30) શ્રી અભિનંદન પ્રભુ નું અંતર- દસલાખ કોટી સાગરોપમ.
ત્રીજો ભવે – શ્રી સંભંવનાથ ભગવાનજંબૂદ્વીપના ભરતક્ષેત્રના કુણાલદેશમાં શ્રાવસ્તિ નામનું નગર હતું. તેમાં ઇક્ષ્વાકુ વંશમાં જિતારિ રાજા થયા. તેઓ જાણે મૂર્તિમાન ધર્મ જ ન હોય તેમ અધર્મકારી વચનો બોલતા નહિ. તેવું આચરણ પણ ન કરતા અને મનથી અધર્મકારી ચતવન પણ કરતા નહિ. તેઓ શસ્ત્રધારી છતાં દયાળુ, શકિતમાન છતાં ક્ષમાવાન, વિદ્ધાન છતાંઅભિમાન રહિત અને યુવાન છતાં જિતેન્દ્રિય હતા, તેમને સેનાદેવી નામે પટ્ટરાણી હતી.
સંભંવનાથ પ્રભુનું ચ્યવનઃ-
વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ-૮ ના મૃગાશીર્ષ નક્ષત્રમાં, સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો.
સંભંવનાથ પ્રભુનો જન્મઃ-
નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, માગસર સુદ – ૧૪ના મૃગશીર્ષ નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, અશ્વના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.શુભ અતિશયોના સંભવથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબાનું (શગ) ધાન્ય ઘણું થયું હતું. તેથી રાજાએ બાળકનું નામ સંભવનાથ પાડ્યું.યૌવનને પ્રાપ્ત, ૪૦૦ ધનુષ્ય ઊંચા સંભવકુમારનું પાણિગ્રહણ અનેક રાજકન્યાઓ સાથે થયું. પ્રભુ ૧૫ લાખ પૂર્વના થયા ત્યારે તેમનો રાજયભિષેક થયો અને જિતારિ રાજાએ દીક્ષા અંગીકાર કરી.સંભવ રાજાના પુણ્ય પ્રભાવથી, રાજયમાં પ્રજા ‘ઇતિ (દુષ્કાળાદિ ઊપદ્રવો)’ તથા ભયમુકત અને પૂર્ણ આયુષ્ય ભોગવવાવાળી બની. ચાર પૂર્વાંગ સહિત ૪૪ લાખ પૂર્વ પર્યંત સંભવરાજાએ વૈરાગ્યવાસિત હૃદયે રાજયનું પાલન કર્યું.
સંભવનાથ પ્રભુની દીક્ષાઃ-
દીક્ષાવસર જાણી પ્રભુ ‘સિદ્ધાર્થા’ નામક શિબિકામાં બેસી સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર સુદ – ૧૫ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, છઠ્ઠ તપ યુકત પ્રભુએ, અપરાહ્ન કાળે, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.૧૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં, ૧૨ પૂર્વાંગયુકત ૨૯ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૧૨ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં રહી, સુમતિનાથ પ્રભુએ ૪૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.