114 years old jain sadhviji done yatra of Siddhchal Tirth
પ્રણામ..🙏
પરમપૂજ્ય યુગાદીદેવ ચરમતીર્થાધિપતિ શ્રી આદેશ્વર દાદા તથા ગુરુભગવંતોના આશીર્વાદ થી 114 વર્ષની વયે પૂ.યુગપ્રવર્તીની સાધ્વીજી શ્રીહેમશ્રીજી મ.સા.એ – માગશર વદ ૬ ને મંગળવાર (19/12/2016) ના શુભ દિવસે પૂ.આદિનાથ દાદા ની શેત્રુંજય ગિરિરાજ ઉપર સુખશાતાપૂર્વક જાત્રા પરિપૂર્ણ કરેલ છે.
વહેલી પરોઢે ૫.૩૦ વાગે શુભપ્રસ્થાન કરી સવારે ૭.૩૦ વાગે આશરે દાદા ના દરબારમાં પહોંચી ગયા હતા. જાત્રા પરિપૂર્ણ કરીને તેઓ આશરે ૧૧.૨૦ વાગે પરત મુકામ ઉપર આવી પહોંચ્યા હતા.
પૂજ્યશ્રીને સાથે આ.ભ.શ્રીમુક્તિપ્રભસુરીજી એ શુભનીશ્રા પાઠવી હતી. સાથેસાથે ૧૫૦ થી વધારે સાધુ તથા સાધ્વીજી ભગવન્ત શ્રી પણ હતા.
જે તે નામી અનામી કાર્યકર્તાઓએ વૈયાવચ્ચ કરી તેઓની પણ અનુમોદના🙏
આ ઉપરાંત શ્રી શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢી તરફથી ખુબજ સુંદર સાથ સહકાર આપવામાં આવ્યો હતો.તેમની પણ અનુમોદના🙏.
નોંધ : પૂજ્યશ્રી હેમશ્રીજી મ.સ.અત્યારે કસ્તુરધામ ધર્મશાળા ખાતે સ્થિરતા કરેલ છે.