Prabhu maangi tari paas gujarati lyrics

Prabhu maangi tari paas gujarati lyrics

પ્રભુજી માંગું તારી પાસ,

મારી પૂરી કરજો આશ

 માંગી માંગી ને માંગી ને માંગું એટલું,

મને આવતો જનમ એવો આપજે હો.. મને આવતો જનમ…

જન્મ મહાવિદેહમાં હોય, વળી તિર્થંકર કુળ હોય

 પારણામાં નવકાર સંભળાય જો મને આવતો જનમ…

વર્ષ આઠ મુજ હોઈ, પ્રભુ સમોસર્યા હોય

 ઉમંગે વ્યાખ્યાન માં જવાય જો મને આવતો જનમ…

સાંભળી વૈરાગી થવાય, વળી અનુજ્ઞા મળી જાય

 કોઈ આવે નહિ અંતરાય જો મને આવતો જનમ…

પ્રભુ હાથે દિક્ષા થાય, હજારો સાથે લેવાય

અને ચૌદ પૂરવ ભણાય જો મને આવતો જનમ…

જિનકલ્પી પણું હોય, ઉગ્ર અભિગ્રહ હોયપાસ-માસ

 ક્ષમણ કરાય જો મને આવતો જનમ…

ક્ષપક શ્રેણીએ ચઢાય, ઘાતી કર્મ ખપાય,

કેવળ જ્ઞાન ઉત્પન્ન થઇ જાય જો મને આવતો જનમ.

સર્વ કર્મક્ષય થાય, છેલ્લે અનસણ થાય

અંતે મુક્તિપુરીમાં જવાય જો મને આવતો જનમ.

માનવભવ એવો થય, એવી કરની કરાય

 નિર્વાણ પદ મળી જાય જો મને આવતો જનમ…….

Related Articles