Virti dharni vesh gujarati lyrics

Virti dharni vesh gujarati lyrics

વિરતિધરનો વેષ પ્યારો પ્યારો લાગે રે,

સંસારીનો સંગ ખારો ખારો લાગે રે

ભવસાગર છે ભારી મુજને, તરતા ના ફાવે,

તરવાની ઘણી હોંશ મુજને, કોણ હવે ઉગારે,

સંયમનો આ પંથ, તારણહારો લાગે રે… સંસારી…

સાચા સુખને શોધું છું, મને મારગ કોણ દેખાડે ?

આંગળી મારી પકડો મુજને મુક્તિ પંથ બતાવે,

સદગુરુ નો સંગ એક જ સાચો લાગે રે… સંસારી…

મેળવવાનો હવે, મન મારું લોભાયું

ગુરુકુળમાં વસવાને કાજે દિલ મારું લલચાયું,

મહાવીર તારો માર્ગ, કામણગારો લાગે रे… સંસારી

Related Articles