Prabhu tum naam che gujarati lyrics

Prabhu tum naam che gujarati lyrics

પ્રભુ તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત,

છે અનંત સુખ તુજ ભોગ, વીર્ય અનંત નો કર્યો વિયોગ,

પ્રભુ તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત…

વીર્ય અનંત તુજ પાસે વસે, જ્ઞાન અનંતે તું ઉલ્લસે,

ઇમ અનંત દર્શન શ્રીકાર, આપ અનંતા થયા અવિકાર,

પ્રભુ તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત…

તૂ અનંત કરુણા જલ કૂપ, તાહરી જ્યોતિ અનંત સરૂપ,

તૂ અનંત વાણી વિસ્તરે, તેહથી ભવિક અનંત તરે,

પ્રભુ તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત…

દ્રવ્ય તુજને પ્રત્યક્ષ, તિમ અનંત પર્યાય લક્ષ,

તૂ અનંત લક્ષણ નો ગેહ,

બલ અનંત પૂરણ તુજ દેહ, પ્રભુ તુમ નામ છે નાથ અનંત,

તુમ ગુણ પણ છે અકલ અનંત

તે માટે સુણ દેવ અનંત, તાહરી છે પ્રભુ શક્તિ અનંત,

મુજને પણ સુખ દેહિ અનંત, દાન કહે ધરી હરખ અનંત,

પ્રભુ તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અકલ અનંત…

Related Articles