ધારેલું સહુ કામ સિધ્ધ કરવા, છો દેવ સાચા તમે
ને વિદનો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે
સેવે જે ચરણો ખરા હ્રદયથી તેને ઉપાધી નથી
એવા શ્રી માણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી
દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા
સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા,
સિધ્ધિ સર્વ મળે ભય ટળે, આપે સદા સન્મતિ
એવા શ્રી માણિભદ્રદેવ તમને નમતા આનંદ થાય અતિ.