Categories : Hare nirkhi gujarati lyrics હાંરે નિરખી નિરખી તુજ બિંબને રે, હુયેં મન્ન; સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર) નિર્વિકારતા નયનામાં ને, મુખડું સદા સુપ્રસન્ન; સુપાર્શ્વ સોહામણા રે… (૨ વાર) ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શોભા; કોડિ ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ હાંરે નિરખી… લોકા-લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ રે; તોહે ન રાચે નવિ રુસેં રે, નવિ અવિરતિનો પક્ષ રે હાંરે નિરખી… હાસ્ય ન રતિ અરતિ નહીં, નહીં ભય શોક દુગંછ રે; નહી કંદર્પ કદર્થના રે, નહીં ભય અંતરાયનો સંચ હાંરે નિરખી… મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ, નાઠાં દોષ અઢાર રે; ચોત્રીશ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર રે હાંરે નિરખી… પાંત્રીશ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ રે; ઈમ તુજ બિંબે તાહરો રે, ભેદનો નહિ લવલેશ હાંરે નિરખી… રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર રે; માનવિજય વાચક વદે રે, જિન પ્રતિમા હાંરે નિરખી… Related Articles Aaj manorath Maro bhamiyo stavan gujarati lyrics Aai baso bhagwan stavan gujarati lyrics Aho aho pasji stavan gujarati lyrics Ab mohe aise aay bani stavan gujarati lyrics Akhiya harakhan lagi stavan gujarati lyrics