કેવા તું કામણ કરે, તુજ બિન કશું ના ગમે,
ઓ અલબેલા હૃદયે વસેલા (૨ વાર)
તુજ ચરણોમાં મસ્તક નમે… કેવા તું કામણ કરે… ||૧||
તારું સ્મરણ કરું ને, આંખેથી અશ્રુની ધારા વહે,
નયનો ને ગમતા શમણાં માં રમતા (૨ વાર)
તુજ દર્શનથી નયના ઠરે… કેવા તું કામણ કરે… ||૨||
તારું ચિંતન કરતાં, મારી ચિંતાઓ સઘળી ટળે,
ઓ વિતરાગી સુણ સૌભાગી (૨ વાર),
તુજ સાનિધ્ય આતમ ચહે… કેવા તું કામણ કરે… ||૩||