દાદા ના દેરાસર પર ઉડે રે ધજા.. (૨ વાર)
ઉડે રે ધજા…ઉડે રે ધજા, એને જોવાની
ફરકે છે ધજા, એને જોવાની મજા.. દાદા ના..
દાદા ના દેરાસર પર ઉડે રે ધજા..
લહરાતી-લહરાતી કહેતી, આવો ભક્તો આમ,
અહીંયા બેઠા જગના ઠાકુર, કરતા કામ તમામ,
આવે છે અહીંયા તેની.. (૨ વાર) તૂટે છે સજા.. ઉડે રે ધજા.. (૧)
શ્વેત-લાલ છે એમાં રંગો, અરિહંત-સિદ્ધ ને नाम,
ચડતી ધજા જોવા માટે, ઉમટે આખુ ગામ,
જુવો જો ધજા તો.. (૨ વાર) સંસારથૌ રજા.. ઉડે રે (૨)
નિત-નવા રૂપે ને રંગે,
લાગે ખૂબ પ્યારા, મોહ ઉપર પામ્યા છે વિજય,
આ દાદા મારા,
નીરખી-નીરખી અમને જુવે.. (૨ વાર)
હરખાતી પ્રજા.. ઉડે રે ધજા.. (૩)