મા સરસ્વતી તુજ નામને, જપનાર જગમાં છે ઘણા,
હું પણ જપું તુજ નામને, સન્મુખ થઈ એક જ મના;
વરદાન હો મુજ જ્ઞાન લક્ષ્મી, વૃદ્ધિ પામે સર્વદા,
મુજ પર બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે
કરૂં યાદ જ્યારે આપને, જીભ ઉપર આવી બિરાજજો,
અસ્ખલિત મુજ વાણી તણી, ગંગોત્રી વહેતી રાખજો;
મુજ જીવનમાં કેવલજ્ઞાન, સરસ્વતી ભગવતી દેવી તમે.
કવિજન હૃદયમાં વાસ કરતી, કાવ્ય શક્તિ તું જ છે,
વકતૃત્વ શક્તિ પ્રદાન કરવા, સર્વદા તું સમર્થ છે;
સૂરિમંત્ર જાપે પ્રથમ, વિધાપીઠની અધિષ્ઠાયિકા,
મુજ બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે.