ઋષભ જિણંદશું પ્રીતડી, કીમ કીજે હો કહો ચતુર વિચાર;
પ્રભુજી જઈ અલગા વસ્યા,
તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર. ।।૧ ।।
કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે હો તિહાં કો પરધાન;
જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોઈનું વ્યવધાન. ॥२॥
પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ;
પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો તે લોકોત્તર માર્ગ. ॥3॥
પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ;
કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ.॥४॥
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ;
પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ.॥५॥