ઋષભ જિણંદા ઋષભ જિણંદા, તુમ દરિસન હુએ પરમાનંદા;
અહર્નિશ ધ્યાઉં તુમ દેદારા, મહેર કરીને કરજો પ્યારા.||૧||
આપણને પૂંઠે જે વળગા, કિમ સરે તેહને કરતા અળગા;
અળગા કીધા પણ રહે વળગા,
મોરપીંછ પરે ન હુએ ઊભગા. ।। ૨ ।।
તુમ પણ અળગે થયે કિમ સરશે, ભક્તિ ભલી આકર્ષી લેશે;
ગગને ઊડે જિમ દૂરે પડાઈ, દોરી બળે હાથે રહે આઈ. ॥३॥
મુજ મનડું છે ચપલ સ્વભાવે, તોયે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે;
તું તો સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિર્વાહો થાયે. ।।૪।।