Categories : Badpade aapn stavan gujarati lyrics બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી! ઓલંભડે મત ખીજો, તુમે કાંઈ કરીને રીઝો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે. સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં શો પા’ડ તુમારો; તો ઉપગાર તુમારો વહિયે, અભવ્યસિદ્ધને તારો. નાણ રયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી. અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય? સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તુમે કરો વડભાગી; તો તુમે સ્વામી કિમ કહાવો, નિર્મમ ને નિરાગી. નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ હિતકારી; રુપવિબુધનો “મોહન” પભણે, વૃષભ લંછન બલિહારી. ॥७॥ Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics