Categories : Mata marudevina nand stavan gujarati lyrics માતા મરુદેવીના નંદ!, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી; મારું દિલ લોભાણું જી, દેખી તાહરી મૂરતિ મારું ચિત્ત ચોરાણું જી. કરુણાસાગર, કાયા કંચનવાન; ધોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર; જોજન ગામિની વાણી મીઠી, વરસંતી જલધાર. ઉર્વશી રુડી અપચ્છરા ને રામા છે મનરંગ; પાયે નેઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું જગ તારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર. તું હી ભ્રાતા તું ત્રાતા, તું હી જગતનો દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતાં તુજ પદ સેવ. શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ જિણંદ; કીર્તિ કરે “માણેકમુનિ’ તાહરી, ટાળો ભવભય ફંદ. ॥६॥ Related Articles Mata trishala nand Kumar stavan gujarati lyrics Mahaveer swami re vinanti sambhado stavan gujarati lyrics Manmandir mohan aaviye stavan gujarati lyrics Na re prabhu nahi Manu stavan gujarati lyrics Din dukhiyano tu che beli stavan gujarati lyrics