Categories : Shree jagatnath jagaguru stavan gujarati lyrics શ્રી જગનાથ જગગુરુ દેવ રે, આદીશ્વર જિનરાય રે, તુજ મુખ દેખી સાહિબા રે, આનંદ અંગ ન માય રે; ૠષભ જિન તું મોટો મહારાજ, તુજ દરિસણ દીઠું આજ રે. ।।૧ ।। આંખડી કમલની પાંખડી રે, જિલ્લા અમીરસ કંદ રે; મુખ અનુપમ દીપતું રે, નયન ચકોરો ચંદ રે. મૂર્તિ જન મન મોહિની રે, જાણે મોહન વેલ રે; મનના મનોરથ પૂરતી રે, જિમ સુરતરુ રંગરેલ રે. એકણ જીભે તાહરા રે, ગુણ કેટલા કહેવાય રે; ગંગા વાલુકા કણ તણી રે, કીણી પરે સંખ્યા થાય રે. ઋષભ૦।।૪ ॥ શત્રુંજય ગિરિ રાજવી રે, નાભિરાયા કુલચંદ રે; “કેસરવિમલ’ એમ વિનવે રે, ઘો દરિશન સુખકંદ રે. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics