Categories : Samarath sahib samta dariyo stavan gujarati lyrics સમતા દરિયો, ગિરુઓ જિનપતિ ગુણમણિ ભરિયો; નાભિ નરેસર નંદન દીઠો, માહરે નયણે અમીય પઈઠો. ॥१॥ ઘર આંગણે સુરતરુ ફળીયો, કરે ચિંતામણિ આવી મળીયો; આંગણે અમીયના મેહ વૂઠા, સમકિત દૃષ્ટિ સુર સવિ તૂઠા. ॥२॥ મુજ મંદિર સુરધેનુ બંધાણી, પ્રભુશું વાધી પ્રીતિ પુરાની; કામ કલશ પણ સામો આયો, પ્રભુ દેખી મેં બહુ સુખ પાયો. ॥૩॥ અષ્ટમહાસિદ્ધિ આવે હોડી, નવનિધિ તો મુજ પાસ ન છોડી; પ્રભુ ધ્યાને નવિ કાંઈ અધૂરું, જિહાં જોઈ તિહાં દીસે પૂરું. ॥४॥ પૂરવ પુણ્ય અંકુરા જાગ્યા, આજ ઢળિયા મુજ પાસા માંગ્યા; શંખ દક્ષિણાવર્ત તે લહિયો, પ્રભુ દેખી હું અતિ ગહગહિયો. ।।૫।। ગુરુ આશિષ ફળી મુજ સારી, ભવની ભાવઠ દૂર નિવારી; નયન મિલાવે મિલીયો સ્વામી, તો મેં સહેજે મુગતિ જ પામી. ।।૬।। ધન્ય દિવસને ધન્ય એ વેલા, જિહાં હુઆ તુજ દરિશન ભેલા; ચકોરા મેહા મોરા, તિમ અમે ચાહું દરિશન તોરા. ॥७॥ ભવભય ભગતિ ગુણાદર પૂરો, દર્શન દેઈ પાતક ચૂરો; જો જાણો તો અધિકું દેયો, પણ એહમાં ઓછું મ કરેયો. શ્રી નયવિજય વિબુધને સીસે, વાચક “જસવિજયે સુજગીશે;॥८॥ રીસહેસરના ગણ ગાયા તેહથી નિજ મનવાંછિત પાયા ||૯|| Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics