Categories : Hu to pamyo prabhuna stavan gujarati lyrics હું તો પામ્યો પ્રભુના પાય રે,આણ ન લોપું રે; હું તો સાંભળી પ્રભુજીનાં વેણ રે, કાનમાં રોપું રે. જનમ-મરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા રે; કુગુરુ કુશાસ્ત્ર તણા ઉપદેશે, પામી નહીં પ્રભુ સેવા રે. કનક કથીરનો ભેદ ન જાણ્યો, કાચ મણિ સમ તોલ્યાં રે; વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યાં રે. સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યાત્વમાં ખૂંચ્યો રે; પાપ તણા પંથે પરિવરિયો, વિષયે કરી વિલુદ્ધો રે. કોઈક પૂરવ પુણ્ય સંયોગે, આરજ કુળે અવતરિયો રે; આદીશ્વર સાહિબ મુજ મલિયો, તારક ભવજલ તરિયો રે. આટલા દિન મેં વાત ન જાણી, તુજથી રહ્યો હું અળગો રે; “ઉદયરત્ન’ કહે આજ થકી હું, તારે પાયે વળગો રે. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics