Categories : Ajit jineshwar stavan gujarati lyrics અજિત જિણેસર! ચરણની સેવા, હેવાયે હું હળિયો; કદીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો; પ્રભુજી! મહેર કરીને આજ, કાજ હમારા સારો. મુકાવ્યો પણ હું નવિ મુકું, ચુકું નવિ એ ટાણો; ભક્તિ ભાવ ઊઠ્યો જે અંતરમાં, તે કિમ રહે શરમાણો. લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન; યોગ મુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિ ધન્ન. પિંડ પદસ્થ રુપસ્થે લીનો, ચરણકમળ તુજ ગ્રહિયાં ભ્રમર પરે રસસ્વાદ ચખાવો, વિરસો કાં કરે મહિયાં. બાલ્યકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો; યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માંગ્યો. તું અનુભવ રસદેવા સમરથ, હું પણ અર્થી તેહનો; ચિત્ત વિત્તને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; “માનવિજય” વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics