સમકિત દાતા સમકિત આપો, મન માંગે થઈ મીઠું;
છતી વસ્તુ દેતાં શું સોચો? મીઠું જે સહુએ દીઠું;
પ્યારા પ્રાણ થકી છો રાજ! સંભવ જિનજી! મુજને.||૧||
ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધું શું લેવું?
પણ પરમાથ પ્રીછી આપે, તેહી જ કહીએ દેવું.||૨||
“અર્થી હું, તું અર્થ સમર્પક”, ઈમ મત કરજ્યો હાંસું;
પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું.||૩||
પરમપુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ;
તેણે રુપે તુમને અમે ભજીએ, તિણે તુમ હાથ વડાઈ.||૪||
તુમે સ્વામી હું સેવા કામી, મુજરો સ્વામી નિવાજે;
નહિ તો હઠ માંડી માંગતાં, કિણવિધ સેવક લાજે.||૫||
જ્યોતે જ્યોતિ મિલે મત પ્રીછો, કુણ લહેશે કુણ ભજશે?
સાચી ભક્તિ જે હંસ તણી પરે, ખીર-નીર નય કરશે.||૬||