Prabhu tuj darishan madyo alve gujarati

Prabhu tuj darishan madyo alve gujarati

પ્રભુ તુજ દરિશન મળીયો અલવે, મન થયું હવે મારું હળવે હળવે,

પુણ્યોદય એ મોટો મારો, અણચિંત્યો થયો દર્શન તારો;

સાહિબા અભિનંદન દેવા, મોહના અભિનંદન દેવા.||૧||

 

દેખત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું;

મનડું જાય નહીં કોઈ પાસે, રાત-દિવસ રહે તાહરી પાસે.||૨||

 

પહેલા તો જાણ્યું હતું સોહિલું, પણ મોટાશું મળવું દોહિલું

 સોહિલું મનડું વળગું, થાય નહિ હવે કીધું અળગું.||૩||

 

રુપ દેખાડી હોવે અરુપી, ગ્રહવાએ અકલ અરુપી;

તાહરી વાત જાણી ન જાયે, કહો મનડાની શી ગતિ થાયે.||૪||

 

પહેલા જાણી પછી કરે કિરિયા, તે પરમારથ સુખના દરિયા;

વસ્તુ અજાણે મન દોડાવે, તે તો મૂરખ બહુ પસ્તાવે.||૫||

 

તે માટે તું રુપી અરુપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સ્વરુપી;

એહ સ્વરુપ ગ્રહ્યું જબ તારું, તવ ભ્રમ રહિત થયું મન મારું.||૬||

 

તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીયે, ઈમ હળવું પણ સુલભ જ કહીએ;

“માનવિજય’ વાચક પ્રભુધ્યાને,અનુભવરસમળીયોએકતાને.||૭||

Related Articles