Categories : Ahi shree sumti Jin stavan gujarati lyrics અહીં શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામી રામી; નિત્યતા એકતા અસ્તિતા ઈતર યુત, ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી. ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી; આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે, લોક પ્રદેશ મિત પણ અખંડી. કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ, કાર્ય ભેદે કરે પણ અભેદી; કર્તૃતા પરિણમે નવ્યતા નવિ રમે, સકલવેત્તા થકો પણ અવેદી. શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા, સહજ નિજભાવ ભોગી અયોગી; સ્વ પર ઉપયોગી તાદાત્મય સત્તારસી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી, એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે. જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે કદા ન પરસંગી. સંગ્રહે નહીં આપે નહીં પરભણી, નવિ કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજભાવ ભોગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે. તાહરી ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તેણે તત્વ ઇહે; તત્ત્વરંગી દોષથી ઉભગ્યો,દોષ ત્યાગે ઢલે તત્ત્વ લીહે. શુદ્ધ માર્ગે વધ્યો સાધ્ય સાધન સધ્યો, સ્વામી પ્રતિછંદ સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો; “દેવચંદ્રે’ સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics