Categories : Dilranjan jinrajji re stavan gujarati lyrics દિલરંજન જિનરાજજી રે, સુમતિનાથ જગ સ્વામી સલુણા; જગતારક જગહિતકરું રે, ભવિજન મન વિશ્રામી સલુણા. મુજ ચિત્ત લાગ્યું તુમ થકી રે, કિમ રહો ન્યારા દેવ સલુણા; ॥१॥ સમરથ જાણી સાહિબા રે, કીજે પદકજ સેવ સલુણા. દાયક નામ ધરાવીને રે, વળી ધરો કૃપણતા દોષ સલુણા; ॥२॥ ન વધે જગ જસ ઈમ કર્યા રે, તિણે પ્રભુ દીજે સંતોષ સલુણા. ॥૩॥ કરુણાસાગર દીજીએ રે, રત્નત્રયી અભિરામ સલુણા; લલચાવીને આપતાં રે, જલદ હુઓ જુઓ શ્યામ સલુણા. તુમે કેઈ જીવને રે, અપરાધી સુખી કીધ સલુણા; ॥४॥ તાર્યા શિવસુખ આપ્યું ભક્તને રે, તેણે મને શું દીધ સલુણા. એક થકી દૂર રહોરે, એકને દિયો સુખ કાજ સલુણા; ઈમ કરતાં તારકપણું રે, ન રહે ગરીબ નિવાજ સલુણા. સો વાતે એક વાતડી રે, સુણજો ત્રિભુવનનાથ સલુણા; અમૃત પદ દેઈ ‘રંગ’ ને, તારજો ઝાલી હાથ સલુણા. Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics