Categories : Sumti charankaj stavan gujarati lyrics સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર; સુજ્ઞાની મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર. સુ૦ ।।૧ ।। ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ ધુરિભેદ; સુ૦ બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ. સુ૦ ॥२॥ આતમ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરુપ; સુ૦ કાયાદિકનો હો સાખીધર કહ્યો, અંતર આતમ રુપ. સુ૦ જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ; સુ૦ અતીન્દ્રિય ગુણગણ મણિ આગરુ, ઈમ પરમાતમ સાધ. સુ૦ ॥૪॥ બહિરાતમ તજી આતમા, રુપ થઈ થિરભાવ; સુ૦ પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુ૦ ॥५॥ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિદોષ; સુ૦ પરમ પદારથ સંપત્તિ સંપજે, “આનંદઘન’ રસપોષ. સુત્ર ॥६॥ Related Articles Saraswati Swami ne paye lagu stavan gujarati lyrics Veerji suno ek vinanti mori stavan gujarati lyrics Veer vin Vani kon sunave stavan gujarati lyrics Veer vehela aavo re stavan gujarati lyrics Veer vad dhir mahaveer moto stavan gujarati lyrics