Categories : Padmaprabh Jin tuj muj aantaru re gujarati પદ્મપ્રભ જિન! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત; કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બિહું ભેદ; ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિછેદ. કનકોપલવત્ પયડી પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. કારણ યોગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. યુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્તે કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુઅંગ. તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, “આનંદઘન’ રસપૂર. ॥६॥ Related Articles Sharane tumare aayo jinandray stavan gujarati lyrics Vamanandan Vandana prabhu stavan gujarati lyrics Vamanandan jagadanandan stavan gujarati lyrics Radha jeva fulda ne stavan gujarati lyrics Mere prabhu paras antaryami stavan gujarati y