પદ્મપ્રભ જિન ગુણનિધિ રે લાલ, જગતારક જગદીશ રે; વાલેસર
જિન ઉપગાર થકી લહે રે લાલ,
ભવિ જન સિદ્ધિ જગીશ રે. વા૦ ।। ૧ ।।
તુજ દરિસણ મુજ વાલહો રે લાલ, દરિસણ શુદ્ધ પવિત્ત રે; વા૦
દરિસણ શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે. वा०॥२॥
બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પ્રસરે ભૂજલ યોગ રે;વા૦
તિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે..વા૦।।૩।।
જગત જંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે; વા૦
ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે..वा०।।४।।
લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધક સંગ રે; વા૦
સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વી રંગ રે. વા૦ ।।૫ ||