Categories : Nirkhi nirkhi tuj bimane stavan gujarati lyrics નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુયેં મુજ મન; નિર્વિકારતા રે, મુખડું સદા સુપ્રસન્ન, શ્રીસુપાસ સોહામણા. ॥१॥ ભાવ અવસ્થા સાંભરે રે, પ્રતિહારજની શોભ; કોડી ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ. લોકાલોકના સવિ ભાવો રે, પ્રતિભાસે પ્રત્યક્ષ; ॥२॥ તોહે ન રાચે નવિ રુપે રે, નવિ અવિરતિનો પક્ષ. ॥3॥ હાસ્ય રતિ અરતિ નહિં રે, નહિં ભય શોક દુર્ગછ; નહિં કંદર્પ કદર્થના રે, નહિં અંતરાયનો સંચ. મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ રે, નાઠા દોષ અઢાર; ચોત્રીસ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર. પાંત્રીસ વાણી ગુણે કરી રે, દેતા ભવિ ઉપદેશ; ઈમ તુજ બિંબે તાહરા રે, ભેદનો નહીં લવલેશ. રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રુપસ્થ વિચાર; “માનવિજય’ વાચક વદે રે, જિન પ્રતિમા જયકાર. Related Articles Sharane tumare aayo jinandray stavan gujarati lyrics Vamanandan Vandana prabhu stavan gujarati lyrics Vamanandan jagadanandan stavan gujarati lyrics Radha jeva fulda ne stavan gujarati lyrics Mere prabhu paras antaryami stavan gujarati y