શ્રી સુપાસ આનદમ, ગુણ અનંતનો કદ હો;
જિનજી જ્ઞાનાનંદે પૂરણો, પવિત્ર ચારિત્રાનંદ હો.||૧||
જિનજી સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો;
જિનજી કર્તાપદ કિરિયા વિના, સંત અજેય અનંત હો.||૨||
જિનજી અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો;
જિનજી વર્ણગંધ રસ ફરસ વિણુ, નિજ ભોક્તા ગુણ વ્યૂહ હો.||૩||
જિનજી અક્ષયદાન અચિંતના, લાભ અયત્ને ભોગ હો;
જિનજી વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો.||૪||
જિનજી એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન હો;
જિનજી નિરુપચરિત નિદ્વંદ્વ સુખ, અન્ય અહેતુક પીન હો. ||૬||
જિનજી એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ સમાય હો;
જિનજી તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય હો.||૭||
જિનજી ઇમ અનંત ગુણનો ધણી, ગુણગણનો આનંદ હો;
જિનજી ભોગ રમણ આસ્વાદ યુત, પ્રભુ! તું પરમાનંદ હો.||૮||