ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા, જીવન પ્રાણ આધાર રે;
તુમ વિણ કો દીસે નહીં, ભવિજનને હિતકાર રે.||૧||
નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરું તાહરું ધ્યાન રે;
રાતદિવસ તલસે બહુ, રસના તુમ ગુણગાન રે..॥२॥
માહરે તુમ સમ કો નહિ, મુજ સરીખા તુજ લાખ રે;
તોહિ નિજ સેવક ગણી, કાંઈક કરુણા દાખ રે. ॥3॥
અંતરજામી તું ખરો, ન ગમે બીજું નામ રે;
સેવક અવસરે આવીયો, રાખો એહની લાજ રે.||૪||