ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ રે, નિત્ય કરીએ રે નિત્ય કરીએ;
કરીએ તો ભવજલ તરીએ, હાંરે ચઢતે પરિણામ. ચં૦ ।।૧ ।।
લક્ષ્મણા માતા જનમિયા જિનરાય, જિન ઊડુપતિ લંછન પાય;
એ તો ચંદ્રપુરીના રાયા, હાં રે નિત્ય લીજે નામ. ચં૦ગા૨.||૨||
મહસેન પિતા જેહના પ્રભુ બળીયા, મને જિનજી એકાંતે મળીયા;
મારા મનના મનોરથ ફળીયા, હાંરે દીઠે દુઃખ જાય. यं०॥३॥
દોઢસો ધનુષની દેહડી જિન દીપે, તેજે કરી દિનકર ઝીપે;
સુર ઊભા સમીપે, હાં રે નિત્ય કરતાં સેવ. २०॥४॥
દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી, નિજ આતમને અજવાળી;
દુષ્ટ કર્મના મર્મને ટાળી, હાં રે લહ્યું કેવલજ્ઞાન. ચં૦ ||૫||
સમ્મેતશિખર ગિરિ આવીયા પ્રભુ રંગે, મુનિ કોટિ સહસ પ્રસંગે;
પાળી અણસણ ઊલટ અંગે, હાં રે પામ્યા પરમાનંદ. ચં૦।|૬।।