ચંદ્રપ્રભ જિન! સાહિબા રે, તુમે છો ચતુર સુજાણ! મનના માન્યા;
સેવા જાણો દાસની રે, દેશો ફલ નિર્વાણ. મનના માન્યા
આવો આવો રે ચતુર! સુખ ભોગી, કીજે વાત એકાંત અભોગી;
ગુણ ગોઠે પ્રગટે પ્રેમ મનના માન્યા.||૧||
ઓછું અધિકું પણ કહે રે, આસંગાયત જેહ; મનના૦
આપે ફલ જે અણકહ્યા રે, ગિરુઓ સાહિબ તેહ. મનના૦ ॥२॥
દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ;.મનના૦
જલ દીયેં ચાતક ખીજવી રે, મેઘ હુઓ તેણે શ્યામ. મનના૦ ।।૩ ।।
પિઉં પિઉં કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ! મનના૦
એક લહેરમાં દુઃખ હરો વાધે બમણો નેહ. મનના||૫||