Shree Shankar chandrapraph re lo stavan gujarati lyrics

Shree Shankar chandrapraph re lo stavan gujarati lyrics

શ્રી શંકર ચંદ્રપ્રભ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો;

તિણે હું ઓલગે આવીઓ રે લો, તુમે પણ રે લો.||૧||

 

દીધી ચરણની ચાકરી રે લો, હું હરખે કરી રે લો;

સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો.||૨||

 

અગણિત ગુણ ગણવા તણી રે લો, મુજ મન હોંશ ધરે ઘણી રે લો;

જિમ નભને પામ્યા પંખી રે લો,

દાખે બાળક કરથી લખી રે લો.||૩||

જો જિન તું છે પાંસરો રે લો, કરમ તણો શ્યો આશરો રે લો;

જો તુમે રાખશો ગોદમાં રે લો, તો જાશું નિગોદમાં રે લો. ||૪||

જબ તાહરી કરુણા થઈ રે લો, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લો;

અધ્યાતમ રવિ ઉગિયો રે લો, પાપ તિમિર કહાં પુગિયો રે લો.||૫||

તુજ મૂરતિની માયા જીસી રે લો, ઉર્વશી થઈ ઉરે વસી રે લો;

રખે પ્રભુ ટાળો એક ઘડી રે લો, નજર વાદળની છાંહડી રે લો.||૬||

 

તાહરી ભક્તિ ભલી બની રે લો, જિમ ઔષધી સંજીવની રે લો;

તવ મન આનંદ ઉપન્યો રે લો, કહે મોહન કવિ રુપનો રે લો.||૭||

Related Articles