Categories : Taahri ajbani yogani mudra re stavan gujarati lyrics તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે; એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે… લોકોત્તરશી જોગની મુદ્રા, વ્હાલા માહરા નિરુપમ આસન સોહે રે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે , સુરનરના મન મોહે રે. ત્રિગડે રતન સિંહાસન બેસી, વ્હાલા માહરા ચિહું દિશે ચામર ઢલાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વ્હાલા માહરા જેમ અષાઢો ગાજે રે; કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાંજે રે. કોડી ગમે ઊભા દરબારે, વ્હાલા માહરા જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે. ભેદ લહું નહિ જોગ જુગતિનો, વ્હાલા માહરા સુવિધિ જિણંદ! બતાવો રે; પ્રેમશું ‘કાન્તિ’ કહે કરી કરુણા, મુજ મન મંદિર આવો રે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics