સુવિધિ જિણંદ મુજ દરિસણ દ્યોને, દિલભર દિલથી મારા સામું જુઓ.
હસી તારા ચિત્તની વાત મને કહોને,
પ્રીતની રીતમાં શું તેં વહોને.||૧||
અંતર ચિત્તની વારતા રે, પ્રભુ કહું તે ચિત્તમાં ધરોને;
પ્રીત પ્રતીત જિમ ઊપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને.||૨||
સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ! લોભાવ્યા તેં અમને;
મુજ મન મળવા અતિ ઘણું રે, ચાહે ક્ષણ માંહી તુજને.||૩||
લલચાવશો દિન કેટલા રે, ઈમ મુજને દિલાસો દઈને;
હા ના ભાખીએ રે, બેસી શું રહ્યા મૌન લઈને.||૪||
હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને;
વાંછિત દેઈ અમને રે, તુમે જગમાં સુજશ વરોને.||૫||