સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજે રે;
અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજી જે રે.||૧||
દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે;
દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે.||૨||
કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે;
અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુ મુખ આગમ ભાખીરે.||૩||
એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે;
આણા પાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.||૪||
ફૂલ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નૈવેધ ફળ જળ ભરી રે;
અંગઅગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિવરીરે.||૫||
સત્તર ભેદ એકવીસ પ્રકારે, અષ્ટોત્તર શત ભેદે રે;
ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે.||૭||