મુજ મનડામાં તું વસ્યો રે, જજ્યું કુસુમમાં વાસ;
અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ.||૧||
તુજશું રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ધાત;
શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ.||૨||
શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર;
તે દિનથી મન માહરું રે, લાગ્યું તાહરી લાર.||૩||
મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર ચકોર;
તિમ મુજને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર.||૪||
ભર્યા સરોવર ઊમટે રે, નદીયાં નીર ન માય;
તો પણ યાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય.||૫||