શીતલ જિન મોહે પ્યારા, સાહિબા! શીતલ જિન મોહે પ્યારા;
ભુવન વિરોચન પંકજ લોચન, જિઉ કે જિઉ હમારા.||૧||
જ્યોતશું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા
બાંધી મૂઠી ખૂલે ભવ માયા, મિટે મહાભ્રમ ભારા.||૨||
તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા;
તુમ હી નજીક નજીક હૈ સબહિ, ઋદ્ધિ અનંત અપારા.||૩||
વિષય લગન કી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા;
ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન?કુણ દારા?||૪||
શીતલતા ગુણ હોડ કરત તુમ, ચંદન કાહું બિચારા?
નામ હિ તુમચા તાપ હરત હૈ, વાંકુ ઘસત ઘસારા.||૫||