Categories : Sheetal jinapati prabhuta prabhuni stavan gujarati lyrics શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાયજી = અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી. ચરમ જલધિ જલ મિને અંજલિ, ગતિ જીપે અતિ વાયજી સર્વ આકાશ ઉલ્લંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગુણું પ્રભુ! કેવલજ્ઞાન કહાયજી. કેવલ દરિશણ એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વ-પર અનંતથી ચરણ અનંતું, સમરણ સંવર ભાવજી. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; ત્રસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે પ્રભુ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી. આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રુપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંતગુણ ભૂપજી. અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી; તેહ જ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી. ઈમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડૂરજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics