Categories : Shri sheetaljin bhetiye stavan gujarati lyrics શ્રી શીતલજિન! ભેટીએ, કરી ભગતે ચોખું ચિત્ત હો; તેહશું કહો છાનું કિશ્યું?, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજૂઆ તગતગે, તું દિનકર તેજ સ્વરુપ હો. મોટો જાણીને આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો. અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; માં આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો. જાણો તો તાણો કિશ્યું, સેવા ફળ દીજે દેવ હો; “વાચકજશ’ કહે ઢીલની, એ મુજ મન નવિ ગમે ટેવ હો. ॥५॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics