Categories : Tume bahu metri re sahiba stavan gujarati lyrics તુમે બહુ મૈત્રી રે સાહેબા, માહરે તો મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક. શ્રી શ્રેયાંસ જિન કૃપા કરો… મન રાખો તુમે સવિ તણાં, પણ કીહાં એક મળી જાઓ; લલચાવો લખ લોકોને, સાથી સહજ ન થાઓ.! રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ વિરાગ; ચિત્ત તુમારો રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ. એહવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબૂઝ છે, નિર્વહશો તુમે સાંઈ. નિરાગીશું રે કિમ મિલે?, પણ મળવાનો એકાંત; “વાચક યશ’ કહે મુજ મિલ્યો, ભગતે કામણ તંત. શ્રી Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics