Categories : Shri shreyansh prabhu tano stavan gujarati lyrics શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે; ગુણ ઇક વિધ ત્રિક પરિણમ્યો, ઈમ અનંત ગુણનો વૃંદ રે; મુનિચંદ! જિણંદ! અમંદ દિણંદ પરે, નિત્ય દીપતો સુખકંદ નિજ જ્ઞાને કરી જ્ઞેયનો, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે. નિજ રમે રમણ કરો, પ્રભુ! ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામી રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે; પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે; અક્રિય અક્ષય સ્થિતિમયી, નિઃકલંક અનંતી આથ રે. પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે; સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પને નિઃપ્રયાસ રે. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે. પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે એહ સમાય રે. પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂરણાનંદ રે; “દેવચંદ્ર’ જિનરાજના, નિત વંદો પય અરવિંદ રે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics