Categories : Vasupujiya Jin antarjami stavan gujarati lyrics વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શિરનામી રે; ત્રિકરણ યોગે ધ્યાન તમારું, કરતાં ભવભય વારું રે. ચોત્રીશ અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે; વાણી સુધારસ ગુણમણિ ખાણી, ભાવ ધરી સુણો પ્રાણી રે. ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે. દેશના દેતા તખ્ત બિરાજે, જલધરની પરે ગાજે રે; દુવિધ ધર્મ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે; ભેદરહિત પ્રભુ નીરખો મુજને, તો શોભા છે તુજને રે. મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નરનારી રે; સાહિબ સમતા રસનો દરિયો, માર્દવ ગુણે જે ભરિયો રે. સહજાનંદી સાહિબ સાચો, જેમ હોય હીરો જાચો રે; પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવો, તો અક્ષય લીલા પાવો રે. રક્ત વરણ દીપે તનુ કાંતિ, જોતાં ટળે ભવભ્રાંતિ રે; ઉત્તમ વિજય વિબુધનો શિષ્ય, “રતનવિજય” સુજગીશ ર Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics