Categories : Vasupujiya Jin tribhuvan Swami stavan gujarati lyrics વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. ॥੧॥ કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ રે; એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરીએ રે. ॥२॥ દુઃખ સુખ રુપ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ॥३॥ ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. ॥४॥ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવી રે; ॥५॥ જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન’ મત સંગી રે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics