Categories : Shri vasupujiya Swami hamara stavan gujarati શ્રી વાસુપૂજ્ય સ્વામી હમારા, પ્રભુ લાગો છો તુમે પ્રેમ પ્યારા; તન-મન-ચિત્ત વળગ્યું તુમશું, હવે અંતર રાખો કહો કિમ અમશું? સાહિબા જિનરાજ હમારા, મોહના જિનરાજ હમારા. ॥੧॥ આશા પૂરીએ પ્યારા, જો નામ ધરાવો છો જગદાધારા; સકલ લીલા તુમ પાસે સ્વામી, હેત આણી દીજિયે અંતરયામી! ॥૨॥ એટલી વિમાસણ શી છે તુમને, એ તો વંછિત દેતાં સ્વામી મુજને; ખોટ ખજાને નહિ પડે તારે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ॥૩॥ ભલો ભૂંડો પણ પોતાનો જાણી, વળી કરુણાની લહેર તે મનમાં આણી; અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામું જોજો. ॥४॥ વારંવાર કહું શું તુજને, સેવા ફળ દેજો સ્વામી! અમને; પ્રેમવિબુધના’ભાણ’ની પ્રભુજી! તુમનામેદોલતચઢતીવિભુજી! ॥૫॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics