Categories : Swami tume Kai kamna kidhu stavan gujarati lyrics સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું ચોરી લીધું; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું; સાહિબા વાસુપૂજ્ય જિણંદા, મોહના વાસુપૂજ્ય મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભગતે, ભાખે અનુભવ યુક્તે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા, તો અમે નવનિધિ રિદ્ધિ પાયા.સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં હી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પરે તુમશું મિલશું, ‘વાચક યશ’ કહે હેજે હળશું. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics