Categories : Dukh dohag dure tadya re stavan gujarati lyrics દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ? વિમલજિન! દીઠાં લોયણ આજ, મારા સિધ્યાં વાંછિત કાજ. ।।૧ ।। ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ ચંદ નાગિંદ. સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન વિસરામી વાલહોરે, આતમચો આધાર. દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહેવેધ; દિનકર કરભર પ્રસરતા રે, અંધકાર પ્રતિષેધ. અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. એક સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજિયે રે, “આનંદઘન’ પદ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics