Categories : Anant jinrajna charnani seva stavan gujarati lyrics અનંત જિનરાજના ચરણની સેવના, પાવના ભાવના ચિત્ત સુહાવે; જુગતિ શ્યું જગત મેં જતનથી જોવતાં, અવર ઉપમા ન કહો કુણ આવે . સંત નવિ અંત તુજ ગુણ તણો કો લહે, નહિ વહે એહવો ગર્વ કોઈ; સકલરુપે કરી વચનગોચર થકી, યદ્યપિ મોહનો અંત હોઈ. વસ્તુ ઉપમાન સવિ રુપથી ભાખીયે, તું અરુપી કહો કિમ મવીજે; ધ્યાન સાપેક્ષ આલંબને ધ્યાઈએ, તું નિરાલંબ નિરપેક્ષ કહીજે. વિધિતણી સેવના અવિધિ અણસેવના, એહ તુજ આણ નિર્ધાર લહીયે; જે નિરાશંસ આશંસ સમમિચ્છિએ, મોક્ષ સંસારનો હેતુ કહીએ. સિંહસેનાંગ જો શ્યેન લંછન ધરો, માત સુયશાતણો તું મલ્હારો; ‘જ્ઞાનવિમલાદિ’ ગુણ ઉદય અવિચલપણે, તો હવે જો દિલે દાસ ધારો. Related Articles He prabhu parshwa chintamani mero stavan gujarati lyrics Surajmandan parshwa jinanda stavan gujarati lyrics Suno parshwa jineshwar Swami stavan gujarati lyrics Sukhdai re sukhdai stavan gujarati lyrics Sar kar sar kar Swami sankheswara stavan gujarati lyrics