Categories : Tar muj tar muj tar jinraj tu stavan gujarati lyrics તાર મુજ તાર મુજ તાર જિનરાજ તું, આજ મેં તોહિ દેદાર પાયો; સકલ સંપત્તિ મળ્યો આજ શુભદિન વળ્યો, સુરમણિ આજ અણચિંત પાયો. તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિરવહું ભવભવે ચિત્ત શુદ્ધે; ભમતાં ભવકાનને સુરતરુની પરે, તું પ્રભુ! ઓળખ્યો દેવ બુદ્ધે. અથિર સંસારમાં સાર તુજ સેવના, દેવના દેવ! તુજ સેવ સારે; શત્રુ ને મિત્ર ભાવે બેહુ ગણે, ભક્તવત્સલ સદા બિરુદ ધારે. તાહરા ચિત્તમાં દાસ બુદ્ધે સદા, હું વસું એહવી વાત દૂરે; પણ મુજ ચિત્તમાં તુંહિ જો નિત વસે તો કિશું કીજિયે મોહ શૂરે. તું કૃપાકુંભ ભગવંત! તું, સકલ ભવિલોકને સિદ્ધિદાતા; ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું, તું સખા માત ને તાત ભ્રાતા. આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં દાસના દુરિત જાવે; તુજ વદન ચંદ્રમા નિશદિન પેખતાં, નયન ચકોર આનંદ પાવે. વિશ્વસેનકુલ કમલ દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરા મલ્હાયો; શાન્તિ જિનરાજ! શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જગ સવાયો. લાજ જિનરાજ! અબ દાસની તો શિરે, અવસરે મોહશ્યું લાજ પાવે; પંડિતરાય કવિ ધીરવિમલ તણો, ગુણ ‘જ્ઞાનવિમલાદિ’ ગાવે. Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics