Categories : Tu parangat tu parmeshwar stavan gujarati lyrics તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથ વેદી રે; તું પરમાતમ તું પુરુષોત્તમ, તુંહિ અછેદી અવેદી રે, મનના મોહનિયા; તાહરી કીકી કામણગારી રે, જગના સોહનિયા. ॥੧॥ યોગી અયોગી ભોગી અભોગી, વા૦ તુંહિ જ કામી અકામી રે; તુંહિ અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદ રામી રે. ॥२॥ એક અસંખ્ય અનંત અનુચર, વા૦ અકલ સકલ અવિનાશી રે; અરસ અવર્ણ અગંધ અફરસી, તું હિ અપાશી અનાશી રે. ॥३॥ મુખ પંકજ ભ્રમરી પરે અમરી, વા૦ તું હિ સદા બ્રહ્મચારી રે લીલા અધિકારી, તું હિ જ સંયમધારી રે. અચિરાનંદન અચરિજ એહી, વા૦ કહણીમાંહિ ન આવે રે; ‘ક્ષમાવિજય’ જિન વયણ સુધારસ, પીવે તેહિ જ પાવે રે. ॥४॥ ॥५॥ Related Articles Chelo bodh aapi stavan gujarati lyrics Vhaumasi parnu aave stavan gujarati lyrics Goyam kahe suno veerji re stavan gujarati lyrics Giruva rw gun tum tana stavan gujarati lyrics Karunasagar jivjivan prabhu stavan gujarati lyrics